8.6.12

જીંદગી બસ પાન ત્રણનો મહેઝ આખો ખેલ છે
સાવ કુણું, છમ્મ લીલુ, ને પછી સુકવેલ છે

આ ઘસરકો બહારથી દેખાય છે એવો નથી
ભીતરે જો, તેં દીધી પીડાની રેલમછેલ છે

હું હવે પ્રતિબિંબના મહોરા ચડાવીને ફરીશ
એક પણ દર્પણ વિના, બિંબીત થવા આ પહેલ છે

દોસ્ત પડઘો એટલે, આ પર્વતે તારી તરફ
સાદ નહીં, પણ ખુદ તને બોલાવવાની ટહેલ છે

કેશ ધોળા, આ કરચલી, મોતીયા, વાંચી જજે
ઈશ્વરે તમને કર્યા છેલ્લા બધાં ઈ-મેઈલ છે

2 comments:

khudgabbar said...

કેશ ધોળા, આ કરચલી, મોતીયા, વાંચી જજે
ઈશ્વરે તમને કર્યા છેલ્લા બધાં ઈ-મેઈલ છે....AMAZING...sirji what a thought....

Anonymous said...

sav kunu, chamm lilu, pachi sukvel che ... jordar maja avi ..
amar mankad