ચુંટણી પર્વ ........
નીલામી કરવાને નીકળ્યા સૌ દેશની
બોલીઓ બોલાશે ભમ્મરિયા કેશની
ભજવે સહુ નાગા થઇ ચુંટણીનાં ખેલને
તાતી ખપ પડવાની સજ્જનના વેષની
મતને જો વાવીશ તું ખદબદતી ભોમમાં
વડ્વાયું લટકાશે મંત્રીની એશની
સઘળાયે રંગોનાં બટવારા માંગશે
રંગોળી પુરવાની રહેશે બસ મેષની
છો ને તે લઇ લીધો પથ્થરને હાથમાં
કોતરજે લીટી બે ગાંધી સંદેશની
No comments:
Post a Comment