સમજી લેજે, તું પણ કંઈ અપવાદ નથી
મંદિર હો કે મસ્જીદ હો, કોઈ બાદ નથી
ઓછા વત્તા અંશે પણ એ ખાય વદી
અમથો આખો સરવાળો બરબાદ નથી
વરસો સુધી ડેલી ખોલી હોય, છતાં
સાંકળ અંદર આવી હો એ યાદ નથી
મુશળધારે, કિન્તુ તારો સાથ ન હો
ભીંજાવી દે એવો કોઈ વરસાદ નથી
લીલી કુંપળ, લીલ્લું છમ્મ થઇ પાન ખર્યું
ડાળી સાથે હરગીઝ પણ વિખવાદ નથી
Jk