ખુદાતો મહેરબાની રોજ કરતો’તો
સમય મારોજ સારો ચાલતો ન્હોતો
ભરી પ્યાલી , જરા પણ વાર ના કરશો
તમે લીધેલ છે એ જામ ગળતો’તો
રખે માનો તમે , હું શ્વાસ લેતો’તો
ખરેખર હું પળે પળ મોત સુંઘતો’તો
નથી તલભાર આઘું કે નથી પાછું
પ્રભુ , તે જે રચ્યું નાટક ભજવતો’તો
કબર પર રોજ ફુલનો ભાર રાખે તું
તને પથ્થર ખસ્યાનો ડર પજવતો’તો
સમય મારોજ સારો ચાલતો ન્હોતો
ભરી પ્યાલી , જરા પણ વાર ના કરશો
તમે લીધેલ છે એ જામ ગળતો’તો
રખે માનો તમે , હું શ્વાસ લેતો’તો
ખરેખર હું પળે પળ મોત સુંઘતો’તો
નથી તલભાર આઘું કે નથી પાછું
પ્રભુ , તે જે રચ્યું નાટક ભજવતો’તો
કબર પર રોજ ફુલનો ભાર રાખે તું
તને પથ્થર ખસ્યાનો ડર પજવતો’તો
1 comment:
રખે માનો તમે , હું શ્વાસ લેતો’તો
ખરેખર હું પળે પળ મોત સુંઘતો’તો
-ખૂબ સુંદર શેર... આફરીન...
કબર પર રોજ ફુલનો ભાર રાખે તું
તને પથ્થર ખસ્યાનો ડર પજવતો’તો
- અહીં થોડું વધુ કામ ન કરી શકાય? દા.ત.: તને પથ્થર ખસે એ ડર પજવતો'તો.
Post a Comment