૭૫ મી રચના....આશિર્વાદ આપના
અનાદિ કાળથી ચાલી રહ્યું છે
જમા પાસું, સતત ખાલી રહ્યું છે
અમારું માન, ને સન્માન યારો
સદા હારેલ પાંચાલી રહ્યું છે
સુરાલયમાં વસ્યો હું એમ જાણે
કે સરનામુ હવે પ્યાલી રહ્યું છે
રુદન, થઈને રૂધિર ધસમસતું એવું
તમારું સ્મિત પણ સાલી રહ્યું છે
શબદ મારા આ બન્ને હાથ છે, જે
ગઝલ રૂપે કોઈ ઝાલી રહ્યું છે