21.2.08



મૌનની ઉભી કરી દિવાલ તેં
શબ્દની બારી ઉઘાડી ચાલ મેં

આંખની હલચલ કે થર થર હોઠથી
ના ડગું, હું પી ગયો ભૂચાલ ને

કેસુડા, ગુલમ્હોર કે ટહુકા નહીં
યાદ તારી આપણો ગુલ્લાલ રે

જે કદી પુછતાં નહી હાલે જીગર
એમના હાલે જીગર બેહાલ, લે !!

બે ખભે , સંવંત ને વિક્રમ તણા
લાંગરું છું કાળનો વેતાલ એ

છો ન હો ગિરિવર ને દામો કુંડ એ
હાથમાં મારા હજી કરતાલ છે

આજ તો પુરી થઈ ઇશ્વર હવે
આથમે હરગિઝ નહી એ કાલ દે

1 comment:

વિવેક said...

મજાની બે કાફિયાની ગઝલ....


ક્યારેક આવા પ્રયોગ મેં પણ કર્યા હતા. મારી બે કાફિયાની ગઝલ આપ અહીં માણી શકો છો:


http://vmtailor.com/archives/75

http://vmtailor.com/archives/65