
હાથના હૈયે કદી વાગે નહીં
આપના તમને કદી તાગે નહીં
નાવ લઈ શમણા તણી ખેડે સફર
એ પછી મધરાતના જાગે નહીં
એમ તો કોમળ હ્રદયનો છું છતાં
હુંફના ઊફાળ દિલ દાગે નહીં
એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં
મોત કરતાં જીંદગી ભારે પડી
મોક્ષ નહીંતર માણસો માગે નહીં
2 comments:
એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં
- મજાનો શેર...
એ હરણને રણ મહીં કારણ હશે
કોઈ અમથું છળ તરફ ભાગે નહીં..
આ શેર ખૂબજ ગમ્યો..
Post a Comment