
અસંભવને સંભવ કરીને તો જો
છલોછલ આ મૄગજળ તરીને તો જો
મયે-મૈકદાનો નશો ઔર છે
પીવે કે ન પીવે, ભરીને તો જો
ગમે, તોયે દર્શાવશે અણગમો
ખભેથી, તું પાલવ, સરીને તો જો
બહુ ખેલ ગંજીફે ખેલ્યા હવે
વધ્યા કેટલા, પાથરીને તો જો
જશે કાફલામાં સતત ક્યાં સુધી ?
ચીલા અવનવા ચાતરીને તો જો
જીવ્યાથી વધુ અપશુકન શું હતાં ?
બિલાડી, મને આંતરીને તો જો..
No comments:
Post a Comment