પલક ઝપકમાં કોણ આ સ્વજન હરી ગયું
સબંધ સૌ સમૂળગા હડપ કરી ગયું
મહેક સદા પ્રસારતું એ પુષ્પ વ્હાલનું
નર્યા સુગંધ ભારથી અરે ! ખરી ગયું
કળશ મહી પવિત્ર જળ, સજળ નયન કરી
કઠોરતમ પ્રભુના લિંગ પર ઝરી ગયું
ઉમંગથી દસે દિશાએ દોડતું ઝરણ
અચાનકેજ સાવ બેખબર ઠરી ગયું
ભર્યું ભરેલું ઘર હતું તમારા ભાવથી
હવે સતત સ્મરણ તમારું, ઘર ભરી ગયું
સબંધ સૌ સમૂળગા હડપ કરી ગયું
મહેક સદા પ્રસારતું એ પુષ્પ વ્હાલનું
નર્યા સુગંધ ભારથી અરે ! ખરી ગયું
કળશ મહી પવિત્ર જળ, સજળ નયન કરી
કઠોરતમ પ્રભુના લિંગ પર ઝરી ગયું
ઉમંગથી દસે દિશાએ દોડતું ઝરણ
અચાનકેજ સાવ બેખબર ઠરી ગયું
ભર્યું ભરેલું ઘર હતું તમારા ભાવથી
હવે સતત સ્મરણ તમારું, ઘર ભરી ગયું