કોઈ કાળે એમ સંભાવી શકે..??
અસ્થિઓ ખુદના જ પધરાવી શકે..!!
.
લાગણીના, હાથ આવે, બીજ જો
કેટલા વેરાન મન વાવી શકે
.
જે હજુ ખુદને જ ના સમજી શક્યો
એ મને કઈ વાત સમજાવી શકે
.
હાથ જોડ્યા ક્યારના, કંઈ કર ખુદા
તો હલેસા, હાથ હલ્લાવી શકે
.
સહેજ ખુલ્લી રાખજે મારી કબર
આપના પગલાનો રવ આવી શકે
1 comment:
"જે હજુ ખુદને જ ના સમજી શક્યો
એ મને કઈ વાત સમજાવી શકે"
આ પંક્તિ અત્યારના "so-called" વ્યાસપીઠો પરથી અને સ્ટેજ ના key-note સ્પીકર જે જીવન જીવવાની જડ્ડિબુટ્ટી વહેચી રહ્યા છે તેને અર્પણ
Post a Comment