23.4.10

પર્વતને નાથવા કદી રસ્તા થવું પડે
સીધા કે સર્પકાર શિરસ્તા થવું પડે
મતલબને પામવાને કોઈ ખાસ વાતના
જીવનમાં ક્યાંક દોસ્ત, અમસ્તાં થવું પડે
વ્યવહાર લાગણીના પરસ્પર નિભાવવા
મોંઘા મટીને સહેજ તો સસ્તા થવું પડે
પુષ્પો, પતંગિયા, ભ્રમર ને વાયરા તણા
સંબંધ મોલવાને ગુલિસ્તાં થવું પડે
દિલની કિતાબ વાંચવાં લૈલા કે હીરની
અલ્લા નહીં , ખુદાએ ફરિસ્તા થવું પડે
શેર-એ-I P L
લારીની ખારી શીંગ, તને કંઈ ખબર નથી
કેસરની ટીમમા જવા પિસ્તા થવું પડે...!!!

1 comment:

Anonymous said...

"પર્વતને નાથવા કદી રસ્તા થવું પડે,
સીધા કે સર્પકાર શિરસ્તા થવું પડે.

To reach the top of the mountain you need to be humble...
Turn and twist
Or get ready to fallback where you started at "O."

Rajendra Trivedi,M.D.
www.bpaindia.org