30.9.10

એક ઐતિહાસીક..(અતિ હાંસિક..)
ચૂકાદા પછી રામ લલ્લા (લ+અલ્લા).ની
સહવ્યથા......!!!!!!

જે ધરા નિર્મિ , તને દીધી અમે ઓ માનવી
વ્હેચણી એની જ કર, ને એ અમારે માનવી..?
ભ્રષ્ટતા, ને કાર્યવાહીમાં મતા ખરચી તમે
એજ ખરચો લાવતે વીજળી હરેક ઘરમા નવી..!!

ડો. નાણાવટી
ભારતીય

28.9.10

मेरे सायेको मेरे साथही रहेना होगा
जो भी उसने ना कीया हो ईसे सहेना होगा
ग़म हो या हो खुशी, पलकोंका सहारा ना था
आंसुओ, आंखसे बेबस हुए बहेना होगा
तुं भरोसा न कर अपनी ही ज़ुबांका अक़सर
जो भी कहेना हे वो अंदाझसे कहेना होगा
ना तुझे चुडीयां, हिरेकी अंगुठी दुंगा
मेरे किस्से मेरी यादें तेरा गहेना होगा
ये क़फन ओढके कीतनी है खुशी मत पुछो
आज कुछ ढंगका हमने कभी पहेना होगा

27.9.10

कुछ लम्हे सीमट लुं मेरी बाहोंमे युं लगे
और गुझरे जिंदगी इन्ही ख्वाबों मे युं लगे

मुमकीन ही नही आपसे मीलना तो रूबरू
खो जाए कातिलाना अदाओंमे युं लगे

ग़मसे है भरा दरिया वो मस्तीकी आड़में
पीता है आंसुओंको पयालोमें युं लगे

सांसोको ईजा़झत नही मिलती है आजकल
छोटासा आशियां हो सितारोंमे युं लगे

मिलता है सुकूं झन्नते मंझिलका, कब्रमें
कर डाली कितनी देर थी, राहोंमे युं लगे

26.9.10

સહેજ તારૂં ઉગવું કુંપળ સમુ
પાંદડા પીળા મહીં , ચળવળ સમુ

ઝંખના જેની કરો, ઠેલાય એ
ઝાંઝવાનુ જળ હતું કાગળ સમુ

આપનુ ક્રોધિત થવું અમને ગમે
સૂર્ય પહેલાની ઝીણી ઝાકળ સમુ

હર્ષ છે કે વ્યંગ એની આંખમાં
આયનો હસતો હતો વ્યંઢળ સમુ

જો, જનાજે દોસ્ત સહુ ભેગા મળી
સુવ્યવસ્થિત ગોઠવે કાસળ સમુ

25.9.10


ધૂપસળી, દિવા, નૈવેદ્યો, દ્વાર ઉભી નવરાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે
.
થઈ ગઈ માની કિરપા પાછી
કરતો યાદ ભલે તું આછી
કેસરીયાળી ચુંદડીઓની ઉભરે નવલી ભાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે
.
પાછા જોબનીયા ટકરાશે
મસ્તી મોજ બધે લહેરાશે
દાંડી પીટો ઢોલે, આવી ખુશીઓની બારાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે
.
ગરબો ક્યાંક હજી સંભળાતો
માને હરખ ઘણોયે થાતો
ડીસ્કોમાંથી પાછી કાઢો આપણ સૌની જાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે

23.9.10

મૌન ચૂં કે ચા કરી શકતું નથી
શબ્દ કાંઠે લાંગરી શકતું નથી

બેડીઓ પગમાં રિવાજોની પડી
કોઈ ચીલો ચાતરી શકતું નથી

શ્વાસની મોકાણમાં કોઈ, હવા
હા...શ માટે વાપરી શકતું નથી

જોજનો કાપી તરસના રણ, હરણ
ઘુંટડો મૃગજળ ભરી શકતું નથી

સ્વપ્નની વચમાં સુતું વાસ્તવ, જુઓ
સહેજ પણ પડખું ફરી શકતું નથી

જીંદગીના શ્રાપથી શાપિત, કદી
મોતની પહેલા મરી શકતું નથી

21.9.10

ખબર છે એટલી કે મોત સામે હારશું બેશક
છતાંયે ચાલ જીવનની બધીયે ચાલશું બેશક
ભલે શૈષવને બાંધો ઓસરીમાં ખાંડણી સાથે
ફકત માખણની કાજે પણ ઘુટણીયા તાણશું બેશક
તમારી હા અને ના માં પડ્યા ભુલા અમે છો ને
હવા થઈને તમારા કેશ છુટ્ટા માણશું બેશક
ભરોસો આમતો પુરો હથેળીમાં લખ્યા પર છે
ખુદા તારાયે બે ત્રણ નાતિયા અજમાવશું બેશક
સુકેલી ડાળ ઉપર , સાવ પીળા પાનના સોગન
તમોને કાંપતા હાથે અમે પસવારશું બેશક
ન માત્ર આંખમાં, કે દિલ મહી સહુના અમે રહીશું
શિલાલેખો બની આ જાત ને કંડારશું બેશક
આજ દીઠું મેં ઝળ હળ સપનુ
રાસ રમ્યો’તો એ મતલબનુ

મોર પિચ્છની લીલા ભાળી
અંગ બળ્યું’તું છાનુ છપનુ

રાત મહી ખોવાણી નથણી
કાનનુ કામણ છે જ ગજબનુ

જાત તમારે રંગે રંગી
હીર, કનક સઘળું શા ખપનુ

હાથ ધરો કરતાલ ગુસાઇ
પુણ્ય મળે લખ સવ્વા જપનુ

19.9.10

બંસરીથી છે રિસાયા ટેરવાં
આજ વ્હાલો લાગતો’તો કહેરવા

ઓઢવા માંગુ પ્રભાતી ધાબળો
ઝાકળો ત્યારે મળે છે પહેરવા

રોમ રોમે યાદનાં પીંછા હતાં
હાથ બે ઓછા પડે ખંખેરવા

એક પથ્થર આયને કરવત બની
બિંબ ને માંડે છે સઘળા વહેરવા

જીવની છુટી હજુ ઝંઝાળ જ્યાં
કો’ અલખ આવી ગયું છે ઘેરવા

18.9.10

તમારી યાદના પંથે મળી મંઝિલ કદિ ના
પછી શમણામા તમને પામવા મુશ્કિલ કદિ ના

ટકોરા લાલ ચટ્ટક ટેરવે માર્યા કરે પણ
કરી કાંટાએ ફુલોની જગા હાંસિલ કદિ ના

ક્ષણિક જીવું , છતાં મંજુર છે બસ ફીણ બનવું
થવું એકલ અટુલા ને અચલ સાહિલ કદિ ના

ભરી છે દોસ્ત, મારા મૌનની સ્યાહી કલમમાં
લખી શકતો તમારી દાદને કાબિલ કદિ ના

અદા, આંખો, ને નખરાં નીત નવા થી સજ્જ છે તું
તમોને માનતા તોયે અમે કાતિલ કદિ ના

પગરખાં શ્વાસના લઈ હાથમાં ઉભો હતો પણ
કર્યો તેં મોત નામે કાફલે, શામિલ કદિ ના

13.9.10

વાહ અમેરીકનો...

જેની રક્તવાહિનીમા રક્તકણો અને શ્વેત કણો પણ
પોતપોતાની લાઈનમાંકોઈ પણ જાતના લાગણીના
હોર્ન વગાડ્યા વગર,ક્રોધનો ઘોંઘાટ કર્યા સિવાય, અને
આળસની બ્રેકનો વિચાર કર્યા વગર
એક ધારા, સમયને ધબકારે ને સમયને સથવારે
વહ્યા કરતા હશે....

અને......આહ....
આપણે સૌ...

જેની રક્તવાહિનીઓમાંરક્તકણ અને શ્વેતકણની બદલે,
એક બીજા પ્રત્યેનુ ખુન્નસ, દ્વેષ,અને બેદરકારી
એકબીજા સાથે ધક્કા મુક્કી કરી,
શિસ્તના સિમાડાઓ તોડી સમયની
દરકાર કર્યા વગર કઈ તરફ જઈ રહ્યા છે
એ એમને પણ ખબર નથી હોતી

તેમની રક્તવાહિનીઓ પ્રગતિના નક્શા
કંડારે છે

।જ્યારે આપણી રક્તવાહિનીઓ
સંસ્કૃતિના ઝાળા ઉભા કરી
આપણે પોતાને જ ગુંચવી રહી છે
(डॉ। जे। के। ना ना व टी )
ओ र लें दो ....यु ऐ स ऐ
१२-०९-२०१०

9.9.10

ફ્લોરિડા મિયામિ ( યુ। એસ।) જતા, વિમાનની
લાં.........બી મુસાફરી દરમિયાન આવેલા આવેગો....

સતત રહીને હવામાં કેમ જાણે શ્વાસ ઘુંટાયો
ચરણ ધરતીએ મુક્યાનો ભલા રોમાંચ લુંટાયો

લટકવું સાવ અધ્ધર કોઈ ચાલકના ભરોસા પર ?
ફરી પાછો વળું, વિચાર એવો સહેજ ફંટાયો

પ્રથમ તો એમ લાગ્યું ખોફના વનમાં પડ્યો ભુલો
પછી ડર, ફુલ ચીમળાયેલ માફક, તુર્ત ચુંટાયો

જમણ પણ જે અમે ખાધું, હતું બસ સ્વાદનું મૃગજળ
અરે !, બદ-સ્વાદના રણમાં હરણ થઈ ક્યાં હું અંટાયો !!

ભલે આકાશમાં ઉડ્યો, નર્યા પિંજરમાં પોપટ થઈ
એ ખણ ખણ ઘુઘરા, ગાડાનો આનંદ, સાવ ઝુંટાયો