19.9.10

બંસરીથી છે રિસાયા ટેરવાં
આજ વ્હાલો લાગતો’તો કહેરવા

ઓઢવા માંગુ પ્રભાતી ધાબળો
ઝાકળો ત્યારે મળે છે પહેરવા

રોમ રોમે યાદનાં પીંછા હતાં
હાથ બે ઓછા પડે ખંખેરવા

એક પથ્થર આયને કરવત બની
બિંબ ને માંડે છે સઘળા વહેરવા

જીવની છુટી હજુ ઝંઝાળ જ્યાં
કો’ અલખ આવી ગયું છે ઘેરવા

1 comment:

Anonymous said...

waaaah

chaahak