25.9.10


ધૂપસળી, દિવા, નૈવેદ્યો, દ્વાર ઉભી નવરાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે
.
થઈ ગઈ માની કિરપા પાછી
કરતો યાદ ભલે તું આછી
કેસરીયાળી ચુંદડીઓની ઉભરે નવલી ભાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે
.
પાછા જોબનીયા ટકરાશે
મસ્તી મોજ બધે લહેરાશે
દાંડી પીટો ઢોલે, આવી ખુશીઓની બારાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે
.
ગરબો ક્યાંક હજી સંભળાતો
માને હરખ ઘણોયે થાતો
ડીસ્કોમાંથી પાછી કાઢો આપણ સૌની જાત રે
ચાલ સખી આળસ ખંખેરો, દ્વાર ઉભી નવરાત રે

No comments: