9.9.10

ફ્લોરિડા મિયામિ ( યુ। એસ।) જતા, વિમાનની
લાં.........બી મુસાફરી દરમિયાન આવેલા આવેગો....

સતત રહીને હવામાં કેમ જાણે શ્વાસ ઘુંટાયો
ચરણ ધરતીએ મુક્યાનો ભલા રોમાંચ લુંટાયો

લટકવું સાવ અધ્ધર કોઈ ચાલકના ભરોસા પર ?
ફરી પાછો વળું, વિચાર એવો સહેજ ફંટાયો

પ્રથમ તો એમ લાગ્યું ખોફના વનમાં પડ્યો ભુલો
પછી ડર, ફુલ ચીમળાયેલ માફક, તુર્ત ચુંટાયો

જમણ પણ જે અમે ખાધું, હતું બસ સ્વાદનું મૃગજળ
અરે !, બદ-સ્વાદના રણમાં હરણ થઈ ક્યાં હું અંટાયો !!

ભલે આકાશમાં ઉડ્યો, નર્યા પિંજરમાં પોપટ થઈ
એ ખણ ખણ ઘુઘરા, ગાડાનો આનંદ, સાવ ઝુંટાયો

No comments: