3.1.11

૨૦૧૦ નો યાદગાર પ્રસંગ
આ વર્ષનો છેલ્લો દર્દી.....

૩૧મીના રાત્રિના શીર્ડી દર્શન કરી મુંબઈ
ટ્રેઈનના એ.સી. કોચમાં પાછા ફરતાં રાતે
૧૧ ને ૩૦ મિનિટે સુતો હતો ત્યાં ટી.ટી. સાથે
અમુક લોકો ચર્ચા કરતા હતા તે મારા કાને
પડતાં હું ઉઠી ગયો.....
ચેઈન ખીંચો....
દાકતર કો બુલવા કે રખ્ખો....
બહુત બેચેની હોતી હૈ.....
હાર્ટ એટેક હી લગતા હૈ....
દોનો બુઝુર્ગ અકેલે હી હૈ....
વિગેરે સંવાદો સાંભળી હું ત્યાં પહોંચ્યો..
લીસ્ટમે સે કોઇ દાકતર ઢૂંઢો....કોઈ બોલ્યું...
મેં હી ડોક્ટર હું...મેં કહ્યું અને ચાર ડબ્બા આગળ
મને લોકો લઈ ગયા...૭૦ વર્ષની આસ પાસના
દંપતિ માના માજીને છાતીમાં સખત દુ:ખાવો
થતો હતો.....ડાયાબીટીસ અને બી.પી. બન્નેના દર્દી હતા...
દવા કોઈ પણ ભેગી નહોતી.....મારી પાસે મારા હાથ અને
અનુભવ સિવાય કશું જ નહોતું..માજી ને તપાસીને બહુ
સહેલાઈથી જણાતું હતું કે માજીને સીવીયર એન્જાઈનલ
પેઈન હતું.....હાર્ટ એટેક પણ હોઇ શકે...ગાડી પુણે થી
૪૦ મિનિટની દૂરી પર હતી...તુર્તજ મે આસપાસના લોકો જે
પોતાની દવાઓ લેતા હોય તે મને બતાવવા જણાવ્યું....
જાણે અક્ષય પાત્રો ચારે તરફથી મને ઘેરી વળ્યા હોય
એમ પોતપોતાની દવાના ડબ્બા, ખોખા. સ્ટ્રીપ્સ વિગેરે
મારી આગળ ધરી દીધાં...અને માજીના નસીબ કહો
કે તેમની ઉપર સાંઈની કૃપા કહો કે આજુબાજુના લોકોની
સહાનુભુતિ કહો કે મારા નસીબ કહો પણ....જરૂરી એવી
૬ કે સાત પ્રકારની દવાઓ બધા "જીવન પાત્રોમાં" થી મને
મળી રહી.....માજીને ૧૦ મિનિટમાંજ રાહત થઈ ગઈ અને ૪૫
મિનિટ પછી પુણે આવતાં ડો. આવી ગયા અને માજીને વધુ નિદાન અને
સારવાર માટે ઉતારી લીધાં.....વૃધ્ધ બુઝુર્ગે મારી પાસે આવી અને
મારો હાથ દાબી કશુંજ બોલ્યા વગર મારી સામે જોયું
તે આજે પણ ભુલાય તેમ નથી....કારણ તેની આભારવશ
આંખોમાં મે એજ કરૂણા અને આશિર્વાદના ભાવ જોયા જે
હું સાંઈની મુર્તિમાં જોઈને આવ્યો હતો.....મે એનામાં સાઈ જોયા કે તેણે
મારામાં સાઈ જોયા તે તો સાઈ જ જાણે......પણ મારૂં નવું વરસ
અનોખી રીતે ઉજવાય ગયું......
ચાલો આપ સહુને પણ નવા વર્ષની શુભકામનાઓ...

1 comment:

k m cho? -bharat joshi said...

heart attack નો ખુબ જ heart-to-heart પ્રંસંગ, પણ સાલ્લુ મન અળવીતરુ ખરુને? આવી heartily વાત ચાલતી હોયને..

"વૃધ્ધ બુઝુર્ગે મારી પાસે આવી અને
મારો હાથ દાબી કશુંજ બોલ્યા વગર મારી સામે જોયું
તે આજે પણ ભુલાય તેમ નથી....કારણ તેની આભારવશ
આંખોમાં મે એજ કરૂણા અને આશિર્વાદના ભાવ જોયા જે
હું સાંઈની મુર્તિમાં જોઈને આવ્યો હતો.....મે એનામાં સાઈ જોયા કે તેણે
મારામાં સાઈ જોયા તે તો સાઈ જ જાણે"

...મનમાં વિચાર સળવળે આવુ જનરલ કોચમાં બન્યુ હોત તો???????????????????????????
ત્યા તો મારા માથા પછવાડે એક ટપલી મારી વિચારાવસ્થા માંથી જગાડી,heart પર વ્હાલથી કોઇ હાથ ફેરવતો અવાજ સંભળાયો "જનરલ કોચમાં તો હુ બધાની સાથે જ મુસાફરી કરતો હોવ છુ.........
આ ગેબી અવાજ"મૃદુ સાંઇ"નો હતો ખુબ ખુબ આભાર ડો.સાહેબ તમારા પ્રસંગે સાંઇ સાથે વાર્તાલાપ કરાવી આપ્યો...........