5.1.12

અંગત ગણુ તો આયનો મારો સદા હતો
અસમંજસોની ભીડમાં એ નાખુદા હતો

સંજોગ એને મૈકદે લાવી મુકી ગયા
બાકી તો હરેક દિલમાં છુપાયો ખુદા હતો

એ વાત છે અલગ કે ખર્યો કાંગરેથી એ
ઈચ્છા રૂએ તો કાંકરોયે અર્બુદા હતો

સંબંધની દિવાલની ઉંચાઈ શી હશે..?
એવો સવાલ દોસ્ત અહીં બેહુદા હતો

કણ કણ બની મરણના રણમાં આથમી ગયો
પહેલા જીવનના જંગલોમાં ગુમશુદા હતો...

ડો.નણાવટી..૫-૧-૧૨

1 comment:

Princess said...

ક્યારેક આવજો મારી મહેફીલમાં તમને હસતાં શિખવાડીશ,

પ્રેમ શબ્દને પ્રેમથી સમજાવીશ,

હા, તમારુ દિલ સાથે લેવાનુંના ભૂલશો,

હું તમને દિલથી દિલ જીતતા શિખવાડીશ.!!!