તે દીધેલા ઘાવમાંથી લાગણી ધક ધક વહી
એમ મેં સરભર કરી'તી આપણી ખાતાવહી
રાહ જોતો'તો જે પડઘાની બુલંદી વાતના
કાનમાં આવી તમે એ વાતને નાહક કહી
સાવ પથ્થર દિલ હતો, જાહેરમાં જો કે કીધું
ક્યાય પણ નહોતી શિલાલેખો ઉપર મારી સહી
જે હતા મારો સહારો, મૃગજળો થીજી ગયા
આયનામાં જાતને ઓગાળવી મારે રહી
તું હતી રસ્તો અમારા મોતના મકસદ સુધી
એટલે આખર સુધી એ જીંદગી તુજને ચહી
ડો.નાણાવટી ૧૨-૧-૧૨
1 comment:
" ખાતાવહી "
સંબંધો બધા જ ઉધાર
જમા માત્ર ઉઝરડા
આંસુનું ચક્રવૃદ્ધિ વ્યાજ ને
વાયદા બધા માંડી વાળેલા
-કા ઓ વૈદ્ય
Post a Comment