આજ હું ની " હું " ની સાથે છે લડાઈ
આયનાની જાત પર જાણે ચડાઈ
સહેજ પણ અફવા ન માનો, લાગણીને
તું મુલાકાતી બનીને કર ખરાઈ
તો જ વૈષ્ણવજનમાં ગણના થાય તારી
પીડને જાણી શકે જો તું પરાઈ
સાવ સુક્કો ભઠ્ઠ બાવળ લાગતો, કે
નગ્ન થઇ લીધી ઉનાળે અંગડાઈ
જિંદગી કંઈ એકલું તા-થઈ, નથી કંઈ
મોત પર્યંત ખેલવી પડતી ભવાઈ
1 comment:
Do you know any Gujarati songs?
I will suggest you to visit Gujarati songs web sites, you will be able to easily find plenty of songs.
I will recommend you the website which I always visit to listen Gujarati MP3 songs is https://thanganat.com
Post a Comment