9.5.13


ખુદા  ઢુંઢવાનો  શિરસ્તો બદલ
પગરખાં નહિ દોસ્ત, રસ્તો બદલ

ઉતારી શકે ના તું ચહેરો અગર
દીવાલે અરીસો અમસ્તો બદલ

કબુલાઈ ગઈ હો દુઆ, તો પછી
પ્રભુને કહો કે ફરિસ્તો બદલ

શકુની, કપટ, એ જ ચોપાટ હો
ફરી હાર માની, શિકસ્તો બદલ

જીવનથી છટકવાને મૃત્યુ હવે
થયો સાવ મારગ છે સસ્તો,.... બદલ

2 comments:

MOHAN BHATT said...

ચેહરો ના બદલી શકાય તો કહીં નહિ અરીશો બદલવાની વાત બહુજ સરસ ડો.જગદીપ ! ---મોહન ભટ્ટ

Anonymous said...

સરસ! :)