31.1.08

ENGLO-INDIAN SHER..




DID YOU EVER THINK THAT," O GOD !", SAY ?

**કે**

છે જ રૂ રી હ ર ત બ ક્કે ગો ડ સે

25.1.08


हथेलीपे लीखे हुए राझ है
खुदा तेरा कैसा ये अंदाझ है

बहोत ढुंढता हुं उन्हे ख्वाबमें
सुना हे की वो अब भी नाराझ है

दुआ आपकी है ,मेरा आसमां
ग़झल ही मेरे दोनो परवाझ है

लबोंसे जो शायद नीकल ना सके
हर एक आह मेरी, वो अल्फाझ है

यहां मोत आती दबे पांवसे
कहां कोई सांसोकी आवाझ है

हमे मोतसे कोई शिक़्वा नहीं
नई ज़ीदगीका वो आग़ाझ है

24.1.08


હું....

નિઃશબ્દ નામે
એક નગરમા,
ચુપકીદીની ચોકડીએથી,
મૌન ગલીમાં
સહેજ વળ્યો ત્યાં,
સન્નાટાની શેરી આવી,
શેરીમા જોયું તો
સામે,
"ચૂપ"
લખેલું મકાન ઉભું,
મકાનની ડેલીએ
જઈને,
નીરવતાથી સાંકળ ઠોકી,
'કોણ તમે'? નો
પડઘો પડતાં,
હળવેથી હું બોલ્યો,
એ તો
હું.......

ખટાક એવા
કોઈ પ્રકારે,
અવાજ વિના
ખુલ્યું બારણું,
ઝળહળતાં
અંધારે જોયું........

સ્તબ્ધ બનેલો
સામે ઉભો
હું......!!

શબ્દ કેરી ભીડ, છો ઘોંઘાટ છે
મૌનની સવલત તો મોંઘી દાટ છે

કાળ-સંજોગો તણી કાળી –ધવલ
જીંદગી સમજો અજબ ચોપાટ છે

પાનખર એ કંઈ નથી બીજું ફકત
પાનના ખરવા વિષે કચવાટ છે

જે લખ્યું, જેણે લખ્યું, લખતા ગયા
દિલની પાટી સાવ કોરી કાટ છે

વીરડી મીઠી, તમારી દેન છે
આપણો વિસ્તાર ખારો પાટ છે

15.1.08


હાથ છે કે શિવ તણી શ્રધ્ધા, કહે
ટેરવે કાં શબ્દની ગંગા વહે ?

ત્રસ્ત છું આ મૌનના ઘોંઘાટથી
કાન, ક્યાં કલરવ હવે સુધ્ધા સહે

મુખવટો બદલ્યા કરી સંબંધનો
લાગણીઓ સ્વાર્થના વશમાં રહે

પાર પેલે શું હશે, અણજાણ છે
ત્યાં સુધી ઈશ્વર તને સઘળા ચહે

તેં કદી ક્યારે સ્મર્યા’તાં રામને
કાળની ગોળીએ બોલ્યો ’રામ હે’!

12.1.08

હું
આજ
ચડ્યો’તો
આ સ મા ન માં
રંગે
ચંગે ફુલ્યો ફાલ્યો
વિહંગ સાથે નભ ચાતરતો
એક
ક્ષણે તો એમ થયું કે
ફળી ગયું છે જીવતર ,
બીજી જ પળમાં
ભાન થયું કે
દોરી તારે
હાથ
ને
હુંતો
હતો માત્ર
કઠપુતળી સમ

પતંગ.....
(જાગને જાદવા......)

સ્નેહને તાતણે વ્હાલને વાયરે
અખિલ બ્રહ્માંડમાં જો ઉડી જાય રે

રંગ માનવ તણો જો પતંગે ચડે
ધ્રુવ તારક સમો સ્થિર થઇ જાય રે

ના ચળે કોઇથી, ના ડૂબે કોઇ દિ'
વિશ્વ માં સર્વદા ઝળહળી જાય રે

ષડરિપુ ક્યાંકથી ઘોર આવી ચડે
પ્રેમની ધાર થી કાપતી જાય રે

દોર જીવન થકી ,કાપ જ્યારે હરિ
દૂર અવકાશમા ઓગળી જાય રે

9.1.08




फीर वोही बात पे रोया करे तुं
सिर्फ कांटे ही क्युं बोया करे तुं

ख्वाब देखें अगर दिनमें भला फीर
ख़ामख़ां रातको सोया करे तुं

देख हमको ज़्ररा पलकें उठाकर
अश्क़ कबतक युहीं ढोया करे तुं

झगमगाता है जब चहेराए दिलबर
ज़िक्र क्युं चांदका गोया करे तुं

तुं ईबादत है खु़द, खु़द ही वजु है
हाथ क्युं बेवजह धोया करे तुं

8.1.08


કોઈ દિ પુછ્યું, તમારૂં નામ શું
મૌન ના બબડાટનો અંજામ શું

શ્વાસના પગલા ભરૂં તારે નગર
આંગણે પૂગ્યા, હવે વિશ્રામ શું

આંખમાં આંજી સુરા નિરખો જરા
મૈકદામા નામ શું બદનામ શું

શાહીને મન શું હરખ કે ખરખરો
બુધ્ધને પુછો નહીં, નિષ્કામ શું

લ્યો કરી પુરી જીવનની હોડ મેં
ક્યાં ખબર અમને કે છે ઈનામ શું

શબ્દના શહેરે જવાનું કામ કાંટાંળુ હતું
માંડ પહોંચ્યાં, ત્યાં અધરને મૌનનુ તાળુ હતું

કાફિયા, મિસરા, રદીફ ને બહેરના વાડા હતાં
બહારથી જોકે ગઝલનુ ગામ રૂપાળું હતું

સપ્ત રંગોના ગગનમાં સાથિયા પુર્યા ભલે
પણ હતાશાનું ધરા પર વાદળુ કાળુ હતું

અલ્પ,અરધો ને વળી પાછો કરો પુરો વિરામ
વ્યાકરણ પણ કોણ જાણે સાવ તરગાળું હતું

જીંદગી આખી જીવ્યો છું ઘોર અંધારા મહી
આજ અંતે ચોતરફ ચોપાસ અજવાળુ હતું

7.1.08


जो गुज़रा था वो ख्वाब जिंदा मिलाथा
के जैसे ग़रीबोंको चंदा मिलाथा

दरिंदो के घरसे मिले भी तो क्या, बस
दबोया हुआ एक परिंदा मिलाथा

मेरी और उनकी कहानी मे यारो
बतोरे गवाह सिर्फ चंदा मिलाथा

तेरे दर पहुंचना न मुश्किल था साक़ी
हर एक मोड पर तेरा बंदा मिलाथा

सुकुने ज़मीं जब भी मांगी खुदासे
तो ये संगेमरमर घरौंदा मिलाथा

6.1.08


નરમથી નરમ એવી નરમાશ હીના
ધરો જો હથેળીમાં, હળવાશ હીના

મદમસ્ત ભીનીશી સોડમ પ્રસારે
પચાવી બધી આજ કડવાશ હીના

ભુલાવી લીલાપાને નિજના સદંતર
ધરે સ્નેહ ભરપુર લાલાશ હીના

મળે તક જો એકાદ અજમાવી લેજો
ભરી જાય મુઠ્ઠીમાં હુંફાશ હીના

ઘટે બોધ લેવો સનાતન બધાએ
પિસાવું સતત એજ સારાંશ હીના
an inspiration
from my better half
H e e n a

5.1.08


પાંપણો અની જરા ઢળતી અને
કાંઈ પણ પીધા વિના ચડતી મને

મૌનના સરવર મહીં ઊગે કમળ
શબ્દના રણનુ પછી આવી બને

સ્વપ્નમાં તો રોજ ઢોળાતી હતી
આજ પહેલી વાર મેં ચાખી તને

લાગણી પરબિડિયે બીડી, છતાં
કોઈ સરનામુ નથી મારી કને

એમ તો આકાશ હું આંબી શકું
વાસ્તવિકતા હોય છે ટૂંકી, પને

સામ્યતા જો હો અમારા બેયમા
દોષ ના દેતા કોઈ ગાલિબને

1.1.08




આંખમાંથી આજ કોઈ ઉંઘ ભગાડી ગયું
આંસુઓથી પાઇ પાઇ, સ્વપ્ન ઉગાડી ગયું

જીંદગી ની રાહ પર બઢે ચલો, ફિકર ન કર
કોણ આવશે હવે કે કોણ અગાડી ગયું

પાનખરની પ્રિતમાં પોઢી રહ્યું’તું જે ચમન
કુંપળોનું ફુંટવું આબાદ જગાડી ગયું

ઝુલ્ફ અસ્ત વ્યસ્ત વદન પર સુશોભતાં હતાં
લટ સવાંરવું તમારૂં, ચિત્ર બગાડી ગયું

પ્રશ્ન સળગતાં ન મારા ઉકલી શક્યું જગત
ને ઉપરથી આજ તોયે આગ લગાડી ગયું

Good bye 2007


Good bye 2007
Welcome 2008…….



જે લીધો’તો શ્વાસ તે ઉચ્છવાસ રૂપે વહી ગયો
કેટલી ગમતી અને અણગમતી વાતો કહી ગયો

આહ ને આંતક તણા અંગારવાયુ ઓકતાં
પ્રાણવાયુ પ્રેમ કેરી પ્રાર્થનાનો રહી ગયો

શબ્દની સોડમ સુહાની, છંદની ફોરમ થકી
દોસ્ત તારી એકધારી વાહવાહી સહી ગયો
happy new year......