નરમથી નરમ એવી નરમાશ હીના
ધરો જો હથેળીમાં, હળવાશ હીના
મદમસ્ત ભીનીશી સોડમ પ્રસારે
પચાવી બધી આજ કડવાશ હીના
ભુલાવી લીલાપાને નિજના સદંતર
ધરે સ્નેહ ભરપુર લાલાશ હીના
મળે તક જો એકાદ અજમાવી લેજો
ભરી જાય મુઠ્ઠીમાં હુંફાશ હીના
ઘટે બોધ લેવો સનાતન બધાએ
પિસાવું સતત એજ સારાંશ હીના
ધરો જો હથેળીમાં, હળવાશ હીના
મદમસ્ત ભીનીશી સોડમ પ્રસારે
પચાવી બધી આજ કડવાશ હીના
ભુલાવી લીલાપાને નિજના સદંતર
ધરે સ્નેહ ભરપુર લાલાશ હીના
મળે તક જો એકાદ અજમાવી લેજો
ભરી જાય મુઠ્ઠીમાં હુંફાશ હીના
ઘટે બોધ લેવો સનાતન બધાએ
પિસાવું સતત એજ સારાંશ હીના
an inspiration
from my better half
H e e n a
2 comments:
Bodh levo..khub asarkarak..Hinaa..vah..subject covered in nice manner..
ઘટે બોધ લેવો સનાતન બધાએ
પીસાવું સતત એજ સારાંશ હીના
- આ મક્તાના શેર પછી તરત જ ધર્મપત્નીની પ્રેરણાવાળું વાક્ય પત્નીને સતત પીસતા રહેવાની ચીમકી છે કે શું, મિત્ર?!!! (Just kidding!!)
સુંદર રચના...
બીજા શેરની પહેલી કડીમાં શરૂઆતનો એક લઘુ ખૂટે છે એવું લાગે છે...
Post a Comment