12.1.08


પતંગ.....
(જાગને જાદવા......)

સ્નેહને તાતણે વ્હાલને વાયરે
અખિલ બ્રહ્માંડમાં જો ઉડી જાય રે

રંગ માનવ તણો જો પતંગે ચડે
ધ્રુવ તારક સમો સ્થિર થઇ જાય રે

ના ચળે કોઇથી, ના ડૂબે કોઇ દિ'
વિશ્વ માં સર્વદા ઝળહળી જાય રે

ષડરિપુ ક્યાંકથી ઘોર આવી ચડે
પ્રેમની ધાર થી કાપતી જાય રે

દોર જીવન થકી ,કાપ જ્યારે હરિ
દૂર અવકાશમા ઓગળી જાય રે

1 comment:

સુરેશ જાની said...

બહુ જ સરસ ઉપમા આપી છે. ગઝલોના ગાડરીયા પ્રવાહમાં જુના છંદ અને નવા વીચાર એક નવી જ્ન આગવી ભાત પાડી જાય છે.