5.1.08


પાંપણો અની જરા ઢળતી અને
કાંઈ પણ પીધા વિના ચડતી મને

મૌનના સરવર મહીં ઊગે કમળ
શબ્દના રણનુ પછી આવી બને

સ્વપ્નમાં તો રોજ ઢોળાતી હતી
આજ પહેલી વાર મેં ચાખી તને

લાગણી પરબિડિયે બીડી, છતાં
કોઈ સરનામુ નથી મારી કને

એમ તો આકાશ હું આંબી શકું
વાસ્તવિકતા હોય છે ટૂંકી, પને

સામ્યતા જો હો અમારા બેયમા
દોષ ના દેતા કોઈ ગાલિબને

1 comment:

neetnavshabda.blogspot.com said...

samyata?..aap gai gune badh jaoge...