24.1.08


હું....

નિઃશબ્દ નામે
એક નગરમા,
ચુપકીદીની ચોકડીએથી,
મૌન ગલીમાં
સહેજ વળ્યો ત્યાં,
સન્નાટાની શેરી આવી,
શેરીમા જોયું તો
સામે,
"ચૂપ"
લખેલું મકાન ઉભું,
મકાનની ડેલીએ
જઈને,
નીરવતાથી સાંકળ ઠોકી,
'કોણ તમે'? નો
પડઘો પડતાં,
હળવેથી હું બોલ્યો,
એ તો
હું.......

ખટાક એવા
કોઈ પ્રકારે,
અવાજ વિના
ખુલ્યું બારણું,
ઝળહળતાં
અંધારે જોયું........

સ્તબ્ધ બનેલો
સામે ઉભો
હું......!!