23.9.10

મૌન ચૂં કે ચા કરી શકતું નથી
શબ્દ કાંઠે લાંગરી શકતું નથી

બેડીઓ પગમાં રિવાજોની પડી
કોઈ ચીલો ચાતરી શકતું નથી

શ્વાસની મોકાણમાં કોઈ, હવા
હા...શ માટે વાપરી શકતું નથી

જોજનો કાપી તરસના રણ, હરણ
ઘુંટડો મૃગજળ ભરી શકતું નથી

સ્વપ્નની વચમાં સુતું વાસ્તવ, જુઓ
સહેજ પણ પડખું ફરી શકતું નથી

જીંદગીના શ્રાપથી શાપિત, કદી
મોતની પહેલા મરી શકતું નથી

1 comment:

Unknown said...

Saras majani rachna vanchvani maja aavi.