24.1.08


શબ્દ કેરી ભીડ, છો ઘોંઘાટ છે
મૌનની સવલત તો મોંઘી દાટ છે

કાળ-સંજોગો તણી કાળી –ધવલ
જીંદગી સમજો અજબ ચોપાટ છે

પાનખર એ કંઈ નથી બીજું ફકત
પાનના ખરવા વિષે કચવાટ છે

જે લખ્યું, જેણે લખ્યું, લખતા ગયા
દિલની પાટી સાવ કોરી કાટ છે

વીરડી મીઠી, તમારી દેન છે
આપણો વિસ્તાર ખારો પાટ છે

2 comments:

વિવેક said...

વીરડી મીઠી, તમારી દેન છે
આપણો વિસ્તાર ખારો પાટ છે

- શિરમોર શે'ર.... ક્યા કહેના!


પણ બે'ક પ્રશ્નો પણ થાય છે... પાટી કોરીકટ જ હોઈ શકે. કાફિયા બેસાડવા માટે કોરીકાટ શી રીતે લખી શકાય? કાટનો અર્થ જ સાવ જુદો થાય છે.

પાનખરવાળો શેર પણ ખૂબ સુંદર છે... પણ કાળી-ધવલ? કાળી-સફેદ લખ્યું હોય તો પણ છંદ તો સચવાય જ છે...

neetnavshabda.blogspot.com said...

virdi mithi..bahut hi acche..