12.6.11

સમજી ગયો છું શબ્દ વિગતવાર, 'વેદ-ના'
સારાંશ એ, કે દોસ્ત બની જાવ ખેદના

હું આઠમો છું સુર અલૌકિક રીતે બજું
ઉઘડે તરત કમાડ તરન્નુમની કેદના

આલ્લાદિની ચિરાગ મળી જાય ગોકુળે
માંગી લઉં હું સ્પર્શ, વાંસળીના છેદનાં

જાણ્યુ કે મિલાવટ હતી એમા બધાયની
સઘળા થયા છે રંગ અદેખા સફેદના

આપ્યું છે લુછવાને કફન, માનવી તને
જીવન મરણના ભુંસ ભરમ, સર્વ ભેદના

2 comments:

k m cho? -bharat joshi said...

"આપ્યું છે લુછવાને કફન, માનવી તને
જીવન મરણના ભુંસ ભરમ, સર્વ ભેદના"
ખુબ જ........ સ ર સ

કફન ખસ્યું તો ફૂલ નીકળ્યા;. કબીર ક્યાં છે કોઈ કોમમાં ? - ભગવતીકુમાર શર્મા

jayanta jadeja said...

wow Great!!!
The way u presented White colour.....