16.6.11

આયને પ્રતિબિંબ જો થાવા મળે
કો’ક દિ છળ પણ અનુભવવા મળે

જ્યાં ખુદા ખુદ હો ખરેખર રૂબરૂ
કોઈ પથ્થર, કાશ કરગરવા મળે

સ્પર્શ સાકીનો ભળે, આસવ રૂપે
જામ હાથો હાથ એ ભરવા મળે

વણફળી ઈચ્છા લઈ ઉભી રહે
ને મને, "તારો" બની ખરવા મળે

પહાડ છું, મંજુર છે બનવું કણું
ઝળઝળ્યા તારે નયન તરવા મળે

1 comment:

Anonymous said...

પહાડ છું, મંજુર છે બનવું કણું
ઝળઝળ્યા તારે નયન તરવા મળે... bhai wah tara nayan tarva male ...moj .. mankad