વિસ્મરણની રાહ પર ચાલ્યા અમે
હર મુકામે યાદ બહુ આવ્યા તમે
અશ્રુએ જઝબાતના દરિયા ભર્યા
પાંપણો, એ ભારને ક્યાંથી ખમે
ખોલવા જેવું નથી તારી કને
બંધ બાજી ક્યાં સુધી અમથો રમે
"લાગણીઓ આપની નાખો અહીં"
દાન પેટી જોઈ મેં વૃધ્ધાશ્રમે
’ઈવ’ના આક્રોશનું કારણ જડ્યું
’મા કસમ’ કીધું હશે બસ આદમે..!!
હર મુકામે યાદ બહુ આવ્યા તમે
અશ્રુએ જઝબાતના દરિયા ભર્યા
પાંપણો, એ ભારને ક્યાંથી ખમે
ખોલવા જેવું નથી તારી કને
બંધ બાજી ક્યાં સુધી અમથો રમે
"લાગણીઓ આપની નાખો અહીં"
દાન પેટી જોઈ મેં વૃધ્ધાશ્રમે
’ઈવ’ના આક્રોશનું કારણ જડ્યું
’મા કસમ’ કીધું હશે બસ આદમે..!!
2 comments:
"અશ્રુએ જઝબાતના દરિયા ભર્યા
પાંપણો, એ ભારને ક્યાંથી ખમે"
સાચે જ પાપણ આ ભાર ન ખમી શકે.....ડોક્ટર અંકલ.
-ચાંદની ભરતભાઇ જોશી
"પાંપણોમાં કેટલુંયે સાચવ્યું છે
ને પછી શમણાંમા સઘળું સળવળ્યું છે"
કેવુ જોગાનુજોગ!!!! આપની આગળની રચનાનુ અનુસંધાન આજની રચનામાં.....
-ચાંદની ભરતભાઇ જોશી
Post a Comment