22.12.07

આગળીયો ખુલ્લો છે આવો
અટકળની સાંકળ ખખડાવો

ભીના ભીના શમણાઓથી
નીંદરની નગરી મહેકાવો

પગલું એ પરથમ મુકે ત્યાં
ચંપો ને કેસુડો વાવો

મારી રેખ તમારા સુધી
તાણું, બેય હથેળી લાવો

લગણીઓનો લુણો લાગ્યો
પત્રો હળવેથી ઉથલાવો

’કાબા’ ઉપર "રામ" લખીને
સમજણના સેતુ બંધાવો

3 comments:

વિવેક said...

મારી રેખ તમારા સુધી
તાણું, બેય હથેળી લાવો

- આ પંક્તિ ગમી ગઈ. પહેલા મિસરાનું બીજા મિસરા સુધી તણાવું જાણે કે એક હથેળીમાંની રેખાનું બીજી હથેળીમાં તણાવાનું તાદૃશ પ્રતીક બની ગયું...

સુંદર ગઝલ...

urmisaagar.com said...

very nice...

urmisaagar.com said...

very nice gazal...

www.urmisaagar.com