2.1.10


...........તો સારૂં.....


હવે કંઈ થાય તો સારૂં
પનોતી જાય તો સારૂં


અમારૂં નામ, જે રીતે
ભલે, પંકાય તો સારૂં


"લિખીતંગ ’તું’ જ છે સઘળે
મને ઊકલાય તો સારૂં"


નથી ચડતી એ બહાને પણ
હજુ પિવાય તો સારૂં


ચરણ થાકી ગયા સીધે
જરા ફંટાય તો સારૂં


વસિયતના રૂપે પણ આ
ગઝલ વંચાય તો સારૂં

2 comments:

Unknown said...

vasiyat vanchi maja aavi!!!!!

k m cho? -bharat joshi said...

"હવે કંઈ થાય તો સારૂં"



"લિખીતંગ ’તું’ જ છે સઘળે
મને ઊકલાય તો સારૂં"



લિ.
તારો લિખીતંગ નથી હું હવે ભાનમા.....
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં....

બધુ જ jk નું મારુ તો મૌન છે.........


જરુર થશે........કૈક સારુ........