२६-जनवरी
સમય છે......
સમય આવ્યો ધજા ફરકાવવાનો
વતનની આબરૂ સંતાડવાનો
હતાશા, મોંઘવારી ને ગરીબી
ભર્યો માહોલ આ શણગારવાનો
કરો મજબુત પાયા દેશના સહુ
ન તો ખુરશી તણા, સમજાવવાનો
ધરાની ધૂળને નામે જે દિલમાં
ચડી પરદેશની, ખંખેરવાનો
પસાર્યા હાથ જે પીઠે સતત એ
પડોશી પર હવે ઉગામવાનો
2 comments:
रु-ब- - -रु મળ્યા ને ખુલાસો થઈ ગયો!!!!!!!!!!!!!
Post a Comment