20.5.12

ભીડ માહેંથી નિકાલો, કોઈ તો આપો
શ્વાસનો મીઠો નિવાલો, કોઈ તો આપો

બારણા, બારી ને સાંકળ, ઉંબરાથી ઉફ
સાવ હું થાક્યો, દિવાલો કોઈ તો આપો

પૂર્વ ને પશ્ચિમ, દખણમાં ઉત્તરો ઝાઝા
છો દિશાશૂન્યો, સવાલો, કોઈ તો આપો

પથ્થરોમાં કેદ ઈશ્વર, છે અગમ અલ્લા
સહેજ અણછડતો હવાલો, કોઈ તો આપો

બહુ ગઝલ લખતો રહ્યો, બે વ્હેંત પાણીમાં
શેરિયત વાળા ખયાલો, કોઈ તો આપો

2 comments:

Anil Shukla said...

Very Good One...
One More....

k m cho? -bharat joshi said...

એ... આ....દીધુ...એ ને ઝાઝા દી ..એ

સુખને એક અવસર તો આપો............