31.5.12

પરાકાષ્ઠાએ પહોંચીને, પછી શરૂઆત કરવી છે
સિકંદર થઈ, જગત જીતીને, તુજને મ્હાત કરવી છે

તમે બહુ બહુ તો ન્યોચ્છાવર કરો બે ચાર નિ:સાસા
અમારે શ્વાસ ને ઉચ્છવાસની બિછાત કરવી છે

ખબર નહીં, સ્વપ્નમાંથી તું પલાયન કઈ રીતે થાતી
હવે પાંપણ ઉપર પહેરેગીરી તૈનાત કરવી છે

બહુ શબ્દોની સંગ, એકાંતમાં કાનાફુસી થઈ ગઈ
હવે તો મૌન સાથે ભર સભામાં વાત કરવી છે

સતત જીવવું પડ્યું’તુ  મોત નામે ખોફની હેઠળ
ખુદાને રૂબરૂમાં આ બધી રજુઆત કરવી છે

2 comments:

Anonymous said...

સતત જીવવું પડ્યું’તુ ... saras rajuaat.. as usual last line classic ...

amar mankad

Anonymous said...

sorry pan aakhi ghazal ni jordar rajuaat ... last line adds feather in cap. badhi pankti ma maja avi ...
amar mankad