28.5.12

સ્ત્ય થોડું ’અ’ થી અળગું રાખજે
"અ" પછી જ્યારે તું "લખ", અજમાવજે

શક્ય છે તારા ચરણ માને નહીં
તો પછી મંઝિલ, ને રસ્તા વાળજે

બદદુઆ, જે મસ્જિદે લાવી તને
બે દુઆ, એ સખ્શ માટે માંગજે

બહુ અમે પીધી મદિરા, ને તને
આજ સાકી કંઈ નવું પીવરાવજે

શ્વાસનું પ્રકરણ અહીં પુરૂં થયું
યાદનું પાનુ હવે સુલટાવજે

1 comment:

Anil Shukla said...

સ્ત્ય થોડું ’અ’ થી અળગું રાખજે
"અ" પછી જ્યારે તું "લખ", અજમાવજે....
વાઉ...
અમેઝિંગ......