31.12.07


સપ્તમાં હું આગવો એક સુર છું
દેવકીનું આઠમું હું નુર છું

છિનવું, ને ચીર પણ પુરા કરૂં
પ્રેમમા કાયમ પણે મગરૂર છું

લઈ સ્મરણ રાધા અને મીંરા તણું
વાસળીના શ્વાસમાં ચકચુર છું

ચક્રધારી, પણ વદન પર સ્મિત છે
વ્હાલથી નીતરું છતાં પણ ક્રુર છું

આંગળી ઉપર ભલે પર્વત હતો
ભક્તને કાજે યમુના પુર છું

પોટલી હો પ્રેમના તાંદુલ તણી
આપને સત્કારવા આતુર છું

ગાવ કેદારો, ધરો કરતાલ તો
માત્ર કહેવા પુરતો હું દુર છું

1 comment:

urmisaagar.com said...

આજે તમારા બ્લોગ પર એકસામટી ઘણી રચનાઓ માણી... ખૂબ જ સુંદર બ્લોગ બનાવ્યો છે. અભિનંદન !

www.urmisaagar.com