4.5.12

યાદ એની હર અદા રહેશે તને
ને જમાનો બાવરો કહેશે તને

આયના સામે ઉભો, પહેરી અહમ
મેં કદી જોયો ન આ વેષે તને

શૂન્યમાંથી સહેજ પણ સર્જન કરો
તો ગણતરીમાં પછી લેશે તને

એકલા મણકા ભજે ના ચાલશે
સુત્રના ધાગે ખુદા મળશે તને

શ્વાસના પગલે કદી ના ચાલજે
એક દિ’ બેશક દગો દેશે તને

1 comment:

Anil Shukla said...

વાઉ.......

આયના સામે ઉભો, પહેરી અહમ
મેં કદી જોયો ન આ વેષે તને.......

વારંવાર બાવરા ની આ અદાઓ ને કોપી-પેસ્ટ કરીને
મિત્રને ઇમેલ કરું છું..અને તેને પણ-આ અદાઓ યાદ રહી જાય છે......
કવિતા મારો વિષય નથી..પણ સ્વાસ ના પગલે ચાલુ છું અને દગાની રાહ જોઉં છું....

ખુબ જ ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ.....આમ સીધે સાદું કહું તો.....જોરદાર છે...બાવરાની આ અદા.....