જિંદગી બસ રાહ જોતી રહી સદાયે બાપડી 
'હાશ' નામે ભાઈ બંધાવા ન આવ્યો રાખડી  
આંખ બન્ને સાવ કોરી આંગણે વાવી અમે
ને સવારે પુષ્પ પર સ્હેજે ન ઝાકળ સાંપડી  
હાથની રેખા ઉતરડી, ભાગ્ય બેઠો સાંધવા
ને જુઓ દુર્ભાગ્ય કે, એમાય એ ટૂંકી પડી
હું કદી પહોચી શક્યો ના આપની ઊંચાઈને  
ને ગલી મારી પડી તારા અહમને સાંકડી
આમ ભોળો, આમ પથ્થર, આમ જાદુની છડી  
તું ખુદા કરતો થયો મારી નકલ બહુ ફાંકડી  
Jk