ખુદા હું રિંદ, બે ત્રણ ખાસ આજે મોકલું છું
તમારી મસ્જીદોની શાન ખાતર મોકલું છું
વસંતે તું સદા ચોપાસથી ઘેરાઈ એવી
અમારી વાત ટહુકાના અવાજે મોકલું છું
પ્રણય લીલો, ને લીંબુ લાગણીનું હું પરોવી
કમાડે ટાંગવું, એવા રિવાજે મોકલું છું
ભલે નાતો અમારો મૈકદેથી છે વધારે
છતાંયે કેટલા બંદા નમાજે મોકલું છું
રૂઝાતા હોય ના જો ઘાવ એકલતા તણા, તો
હુંફાળા સ્પર્શનો મરહમ, ઈલાજે મોકલું છું
ઢળેલી પાંપણે શરમિંદગી ઝીલવાને, શમણાં
પળાતાં હો જવલ્લે, એ મલાજે મોકલું છું
તમારી મસ્જીદોની શાન ખાતર મોકલું છું
વસંતે તું સદા ચોપાસથી ઘેરાઈ એવી
અમારી વાત ટહુકાના અવાજે મોકલું છું
પ્રણય લીલો, ને લીંબુ લાગણીનું હું પરોવી
કમાડે ટાંગવું, એવા રિવાજે મોકલું છું
ભલે નાતો અમારો મૈકદેથી છે વધારે
છતાંયે કેટલા બંદા નમાજે મોકલું છું
રૂઝાતા હોય ના જો ઘાવ એકલતા તણા, તો
હુંફાળા સ્પર્શનો મરહમ, ઈલાજે મોકલું છું
ઢળેલી પાંપણે શરમિંદગી ઝીલવાને, શમણાં
પળાતાં હો જવલ્લે, એ મલાજે મોકલું છું
1 comment:
ખુદા હું રિંદ, and ભલે નાતો અમારો , maja avi... fromt his I remember Anup Jalota's sher...
"zindagi jine ko di jee maine,
kismat me likha tha pee to pee maine, main na peeta to tera likha galat ho jata, tere likhe to nibhaya kya khata ki maine"
something similar to ur share-1, khuda upar upkar, તમારી મસ્જીદોની શાન ખાતર મોકલું છું... good one saheb... amar mankad
Post a Comment