25.3.11

અરીસો..!! હવે ક્યાં સુધી આ અરીસો
હવે તો જરા ખુદ તમારામાં દીસો
.
મસીદેથી ભરચક્ક, દુખી મૈકદેથી
ભલા કોઈ નીકળ્યાનો છે કોઈ કિસ્સો॥?
.
વ્યથા વાંસની કેટલી વાંસળીમાં
અમે સાંભળી છે સુરીલી એ ચીસો
.
ગરીબો, આ દુનિયામાં ગણવા’તા મારે
ગણતરીમાં લગભગ હતાં આ રઈસો
.
સમયના બે કાંટા છે પથ્થર સરીખા
ઘડો શિલ્પ એમાથી, યા જાત પીસો
.
સુંવાળપ તો સપનેય નહોતી અમારાં
મઝારે મળ્યો, આખરે સ્પર્શ લીસો

1 comment:

Anonymous said...

વ્યથા વાંસની કેટલી વાંસળીમાં
અમે સાંભળી છે સુરીલી એ ચીસો....

ગરીબો, આ દુનિયામાં ગણવા’તા મારે
ગણતરીમાં લગભગ હતાં આ રઈસો...

just terrific ... SIR... njoyed... samay na kanta even that is too good... mankad