ના અમારે પાંખના ફરફર થવું
એક લીલા પર્ણનું મર્મર થવું
જો તને પોસાય તો જંતર થવું
કાં પછી અગડંબ બની, મંતર થવું
આયને તિરાડ પડવી એટલે
શબ્દમાંથી, જાતનું અક્ષર થવું
ના હવા ઉછીની લેવી શ્વાસમાં
એટલું બસ આપણે પગભર થવું
છે શમાથી દિવ્ય, પરવાના તણુ
મોતને આંબી જવા તત્પર થવું
આજ મંદિર થઈ, મદિરાએ વળ્યો
ક્યાં સુધી એની ઉપર નિર્ભર થવું..??
એક લીલા પર્ણનું મર્મર થવું
જો તને પોસાય તો જંતર થવું
કાં પછી અગડંબ બની, મંતર થવું
આયને તિરાડ પડવી એટલે
શબ્દમાંથી, જાતનું અક્ષર થવું
ના હવા ઉછીની લેવી શ્વાસમાં
એટલું બસ આપણે પગભર થવું
છે શમાથી દિવ્ય, પરવાના તણુ
મોતને આંબી જવા તત્પર થવું
આજ મંદિર થઈ, મદિરાએ વળ્યો
ક્યાં સુધી એની ઉપર નિર્ભર થવું..??
1 comment:
ના હવા ઉછીની and આજ મંદિર થઈ ... jal jala .. kay sudhi khuda tari upar nirbhar thavu ...
amar mankad
Post a Comment