એક કડવા વેણનો પથ્થર જરા ફેંકી દીધો
લાગણીનો મધપૂડો અમથો તમે છેડી લીધો
મૈકદુ મેવાડ ના, રાણો નથી સાકી, છતાં
બાવરા થઈ જામનો આખો કટોરો મેં પીધો
દ્વાર પર કીધી અલી બાબાની માફક ચોકડી
એટલોયે ઘોર ક્યાં અપરાધ મેં તારો કીધો ?
બાંગ, તસ્બી, મસ્જીદો, સઝદા અઝાં એળે ગયા
આખરે રસ્તો કબરનો લઈ લીધો મળવા સીધો
લાગણીનો મધપૂડો અમથો તમે છેડી લીધો
મૈકદુ મેવાડ ના, રાણો નથી સાકી, છતાં
બાવરા થઈ જામનો આખો કટોરો મેં પીધો
દ્વાર પર કીધી અલી બાબાની માફક ચોકડી
એટલોયે ઘોર ક્યાં અપરાધ મેં તારો કીધો ?
બાંગ, તસ્બી, મસ્જીદો, સઝદા અઝાં એળે ગયા
આખરે રસ્તો કબરનો લઈ લીધો મળવા સીધો
2 comments:
સ્કુલમા માસ્તરસાહેબ ક્યારેક punishment આપતા કે જાવ આ કવિતા બે વખત લખી આવો!!!!!!!!!!!!!!!!!!
kavita atli saras lakhi ne tame, wah wah no taj tame lai lidho, lagni no madhpudo, kabar no sidho rasto... jaymi jaymi.. amar mankad
Post a Comment