23.3.11

હવા કંઈક જુદી વહે છે નગરમાં
તમારી જ ચર્ચા થતી હર ખબરમાં
.
હિસાબી તમે લાગણીના ધૂરંધર
અબોલા ખપાવી દીધાં કરકસરમાં॥!!
.
કસમનુ તો એવું કે દિવસે લીધેલી
તુટે, ઘુંટ પી ને બધી રાતભરમાં
.
હવે પાંખ ફેલાવો ગેબી દિશાએ
ચરણ ક્યાં સુધી આવશે આ સફરમાં
.
તને લત હતી જે, છુટી ના હજી પણ
સતત ડોકીયું કર બીજાની કબરમાં

2 comments:

Markand Dave said...

આદરણીય ડૉ.શ્રીનાણાવટીસાહેબ,

આપને ખૂબ-ખૂબ અભિનંદન.

હવે પાંખ ફેલાવો ગેબી દિશાએ
ચરણ ક્યાં સુધી આવશે આ સફરમાં

માતા સરસ્વતી આપને સાહિત્ય-સમૃદ્ધિ કાજે પ્રેરણા અને શક્તિ પ્રદાન કરે તેવી શુભેચ્છાસહ.

માર્કંડ દવે.

Anonymous said...

હિસાબી તમે લાગણીના ધૂરંધર
અબોલા ખપાવી દીધાં કરકસરમાં॥...
aam to aa akhi rachana jabardast che... lakhava ma karkasar na karsho... jai hatkesh... amar mankad