29.3.11

સ્વાર્થનાં સુરજ ડૂબ્યા ને આથમ્યા
ને, સબંધોનાયે પડછાયા શમ્યા

ના ભલે સુતો કોઈ શય્યા ઉપર
નફરતોનાં બાણ મેં ખાસ્સા ખમ્યા

જીંદગીના દાવ સંજોગો મુજબ
યા યુધિષ્ઠીર, યા શકુની થઈ રમ્યા

આપને શું જોઇ લીધા, કે મને
એક પણ ફુલો ચમનમાં ના ગમ્યાં

કબ્રમાં મારી સુકુને સલ્તનત
જોઈને, જીવતાં બધાયે સમસમ્યા

1 comment:

k m cho? -bharat joshi said...

અરે વાહ,
આપના પદ્યમાં રસાત્મક સંવેદનની અસર માણી,હવે ‘ગદ્યકાવ્ય’ પણ માણીશુ..

કહ્યું’તું કે શંકાનો ઠળીયો ન વાવો જુઓ,!!!!! -લાજવાબ ......