16.3.11

શબ્દ આવ્યા બેઉના ભાગે સખી
તેં મઠાર્યું મૌન, મે ગઝલો લખી

અહીં વ્યથા રીંદો તણી હોમાય છે
આજ મયખાને અલખ ધૂણી ધખી

સ્તબ્ધતાના વહાણ દરિયે લાંગર્યા
એક ના પહોંચી કિનારે લહેરખી

અંગ વાંકા, પણ સફર સીધી સરલ
રણ અફાટે સાંઢણીને પારખી

છે લખેલા નામ ત્યાં બધ્ધાય ના
નીકળી આજે, અમારી ચબરખી

2 comments:

Anonymous said...

તેં મઠાર્યું મૌન, મે ગઝલો લખી....

છે લખેલા નામ ત્યાં બધ્ધાય ના
નીકળી આજે, અમારી ચબરખી....

moj.. mukhdu to jordar che, tame lakhta rehjo ghazal... amar mankad

Unknown said...

Agreed Amarbhai...
Ati sunder....

BTW Jayesh Mankad (Junagadh) mara ane kaka thai.