19.4.11

561

છળ તણું લઈ ટાંકણું, હળવેકથી માર્યું હતું
આયનાએ શિલ્પ આબેહુબ કંડાર્યું હતું

દોસ્ત તારૂં નામ એકે ઘાવ પર પીઠે નથી
આંખના મિચામણાનુ પ્રણ અમે પાળ્યું હતું

રેતની ઘડીયાળમાંથી એક મુઠ્ઠી રણ લઈ
થોર, મૃગજળ, વીરડી બધ્ધુયે પસવાર્યું હતું

આજ મારી બંદગીમાં એટલી તાકત હતી
આપની ખાતિર ખુદા એ તીર મેં વાર્યું હતું

મેં જ સોદો જીદગી સાથે કર્યો’તો શ્વાસનો
એ અચાનક ફોક થાવો, સાવ અણધાર્યું હતું

2 comments:

k m cho? -bharat joshi said...

"મેં જ સોદો જીદગી સાથે કર્યો’તો શ્વાસનો
એ અચાનક ફોક થાવો, સાવ અણધાર્યું હતું "
dt.19/04/2011

Anonymous said...

મેં જ સોદો જીદગી સાથે કર્યો’તો શ્વાસનો
એ અચાનક ફોક થાવો, સાવ અણધાર્યું હતું "... joshibhai kahe che em... the best ...amar mankad