3.4.11

હવે તો આ રસ્તાયે થાક્યા હશે, નહીં ?
નિસા:સા હરેક મોડ નાખ્યા હશે, નહીં ?

અમસ્તા હરણ આમ દોડે નહીં ત્યાં
કદી ક્યાંક મૃગજળને ચાખ્યા હશે, નહીં ?

લખી આંસુઓથી વ્યથા પાપણો પર
પછી બંદગી કાજ રાખ્યા હશે, નહીં ?

ઘણા ઘાવ પીઠે હતા, આયનાને
ખબર જાણભેદુએ આપ્યા હશે, નહીં ?

તસુ એ તસુ બંધ બેઠી કબર આ
અમોને જમાનાએ માપ્યા હશે, નહીં ?

1 comment:

k m cho? -bharat joshi said...

કોમેન્ટ પર કોમેન્ટ
તારી પાસે જે "ચીજ" છે, એને જોગાનુજોગ મળતી આવતી "ચીજ"મારી પાસે પણ છે
જો પેલી ગમી તો બીજી પણ ગમે જ....... બાકી અમે તો "કોમેન્ટપદ્ય" માણી લઈએ..."રપાપાર" થી..........