9.12.11

સાવ અંગત છું, બુકાની છોડજે તુર્તજ
ગુફતેગુ કરવા અબોલા તોડજે તુર્તજ

ક્યાંક પગની છાપ રણમાં નાં પડે નાહક
હાથમાં લઇ બે ચરણને દોડજે તુર્તજ

અધમુઓ પથ્થર વડે થઇ જાય એ પહેલા
થાંભલો વધસ્થંભ કેરો ખોડજે તુર્તજ

ક્યા હતી ઓકાત તારી કે સતત ગૂંથે
લાગણીના દોર તૂટે, જોડજે તુર્તજ

ખુદ પ્રતિબિંબો સમો થઇ જાય એ કરતા
છળ સરીખા આયનાને ફોડજે તુર્તજ

1 comment:

k m cho? -bharat joshi said...

"ક્યા હતી ઓકાત તારી કે સતત ગૂંથે
લાગણીના દોર તૂટે, જોડજે તુર્તજ"
Extremely heart touching………….