26.12.11

બાળ ગઝલ....
(એલા ગઝલ બાળતાં નહિ..!!!)
ઓલા કાગડાએ આંખ મને મારી
નથી વાત મેં એ કેમે વિસારી

કહે પોપટ નસીબ તારું ખોલું
પે'લા પિંજરની કેદ ખોલ તારી

ચકી લાવી ચોખાનો એક દાણો
ચકે પિત્ઝાની વાત ત્યાં ઉચારી

કળા મોરલાની જેમ કરી ઝાઝી
સાલી ફાવી નથી રે ક્યાંય કારી

નર્યા બગલાની જેમ સંત ઉભા
બીજા પગને સંતાડી વ્યભિચારી

મને પારેવાં જોઈ જોઈ થાતું
એવી જીંદગી જીવું હું એકધારી

jagdip 26-12-11

1 comment:

star galaxy said...

"ઓલા કાગડાએ આંખ મને મારી:-"

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

With Thanx-
-"Dr.J K Nanavati" n "શેખાદમ આબુવાલા"